માઉન્ટ કાર્મેલ શાળામાં ધોરણ-૯માં પ્રવેશેલા વિધાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનાં મુખ્ય મહેમાનગુજરાત રાજ્ય સરકારના મુખ્ય સચિવશ્રી.ડૉ. જગદીપ નારાયણ સિંઘ (IAS), મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી.જે.બી.બારૈયા સાહેબ, CRC કૉ-ઓર્ડીનેટર શ્રી. અશોકભાઈ ચૌધરી તથા જીલ્લા શિક્ષણાધીકારી શ્રી.એસ.એમ.બારડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. ધ્યાન અને યોગનું મહત્વ બતાવતા વિવિધ યોગાસને રજૂ કર્યા. ધોરણ-૯માં પ્રવેશ મેળવેલ વિધાર્થીઓને રાજ્ય સરકાર તરફથી વિના મુલ્યે પુસ્તક વિતરણ કરવામાં આવ્યું. ધો.૧૦ અને ૧૨ ના માર્ચ ૨૦૧૭માં શાળામાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું. ‘સરસ્વતી સાધના યોજના’ અંતર્ગત સામાજિક ન્યાય અને અધીકારીતા વિભાગ તથા આદિજાતી વિકાસ વિભાગ તરફથી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા સાયકલનું વિતરણ કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન ડૉ. જગદીપ નારાયણ સિંઘે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે માઉન્ટ કાર્મેલ શાળામાં વ્યક્તિત્વ વિકાસ ને પ્રાધાન્ય આપવામાં આવે છે. અને સાચા માનવી બનવા પોતાના પ્રેરણાત્મ્ક મંતવ્યો રજૂ કર્યા. ત્યારબાદ, શાળાના ઇકો ગાર્ડનમાં વુક્ષારોપણ કરવામાં આવ્યું.

Click to See Photos