Print 

હું શિક્ષક બન્યો દેશનો

 કર્યો પસંદ પ્રભુજી મને

 બન્યો શિલ્પી શિશુ કાજ

 દિશા બતાવું દેશ ને આજ

                        ..... હું શિક્ષક બન્યો દેશનો

શાળા છે મારી વહાલુડી માડી

 શિક્ષણ ધામ બનાવું પવિત્ર

શિશુ ની રગે રગમાં  રેલાવી દવું

સત્ય કેરા સંસ્કારો સરવાણી

                        ..... હું શિક્ષક બન્યો દેશનો

દેશ પ્રેમી બનાવી દવું બાળ સૌને

ભગાડે ભ્રષ્ટાચારી ઓને બાલ સૌ

ખુલ્લો પાડી દે અન્યાય ને આજ

 ભાઈચારો વધારે સૌમાં આજ

                        ..... હું શિક્ષક બન્યો દેશનો

શહીદો ના બલીદાનની યાદ માં

ગાશે બુલંદ સુરે દેશભક્તિ ગાન

નથી ડર કોઈનો આજે અમને

કામયાબી ના દિન ઉગશે આજ

                        ..... હું શિક્ષક બન્યો દેશનો

કારગીલ  હોય કે ચીન

તિબેટ હોય કે જાપાન

સૌહાર્દ લઇ ચાલીશું સાથ

લડી લઈશું હક્ક માટે આજ

                        ..... હું શિક્ષક બન્યો દેશનો

 

 

 --- સુષ્મા ટીચર